heavy rain : રાજ્યમાં ચોમાંસું ધીરે ધીરે આગળ વધવા લાગ્યું છે. આજે ચોમાસું મુંદ્રાથી લઇને મહેસાણા સુધી આગળ વધ્યું છે. હવામાન વિભાગની આગાહી અનુસાર ગુજરાતમાં આગામી 7 દિવસ કેટલાક ભાગોમાં ભારે વરસાદ તો કેટલાક ભાગોમાં હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે.
આજે ભારેથી અતિભારે વરસાદની આગાહી?
હવામાન વિભાગે આજે ગુજરાતના હવમાન અંગે સાત દિવસની આગાહી કરાઈ છે. જેમાં આજે પંચમહાલ અને વડોદરામાં ઓરેન્જ એલર્ટ આપવામાં જાહેર કરવામાં આવ્યું છે. એટલે આજે આ બે જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદ પડવાની શક્યતા છે. આ સાથે પંચમહાલ, અરવલ્લી, મહેસાણા, સાબરકાંઠા, ખેડા, છોટાઉદેપુર, નર્મદા, તાપી, દાહોદ, મહીસાગર, નવસારી, દમણ, દાદરા નગર હવેલીમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.
આ પણ વાચો : 28 થી 3 જુલાઇમાં ભારે વરસાદ થવાની પરેશ ગોસ્વામીની આગાહી
આ સાથે સુરેન્દ્રનગર, જૂનાગઢ, અમરેલી, રાજકોટ, ભાવનગર, બોટાદ, ગીર સોમનાથમાં ભારે વરસાદની આગાહી કરાઈ છે. અમદાવાદ અને ગાંધીનગરમાં ગાજવીજ સાથે હળવાથી સામાન્ય વરસાદની આગાહી છે.
બુધવારે ક્યાં કયાં જિલ્લામાં આગાહી?
heavy rain : હવામાન વિભાગે જણાવ્યુ છે કે, બુધવારે છોટાઉદેપુર, આણંદ, પંચમહાલ, વડોદરામાં ભારે વરસાદની શક્યતા છે. આ સાથે સુરેન્દ્રનગર, ભાવનગર, અમરેલી, ગીર સોમનાથમાં ભારે વરસાદની શક્યતા રહેલી છે.
આ પણ વાચો : આજે આ 10 જિલ્લામાં અતિભારે વરસાદની આગાહી, જાણો હવામાન વિભાગની આગાહી
આ સાથે હવામાન વિભાગે જણાવ્યુ કે, આખા રાજ્યમાં ગાજવીજની ચેતવણી આપવામાં આવી છે. અમરેલી, બોટાદ, ભાવનગર, ગીર સોમનાથમાં પણ ભારે વરસાદની શક્યતા રહેલી છે.
ગુરુવારે ક્યાં ક્યાં જિલ્લામાં વરસાદની આગાહી?
ગુરૂવારે આખા રાજ્યમાં ગાજવીજની ચેતવણી અપાઈ છે. 28 તારીખે આખા ગુજરાતમાં ગાજવીજની ચેતવણી અપાઈ છે.
શુક્રવારે ક્યાં ક્યાં જિલ્લામાં વરસાદની આગાહી?
હવામાન વિભાગની આગાહીમાં જણાવ્યુ છે કે, શુક્રવારે આણંદ, દાહોદ, છોટાઉદેપુર, પંચમહાલ, વડોદરામાં ભારે વરસાદ થવાની શક્યતા છે. આ સાથે રાજ્યના તમામ જિલ્લામાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે.
આ પણ વાચો : આવતીકાલે 10 જિલ્લામાં અતિભારે વરસાદની આગાહી, જાણો આવતી કાલની આગાહી
શનિવારે ક્યાં ક્યાં જિલ્લામાં આગાહી?
શનિવાર માટે હવામાન વિભાગે આગાહીમાં જણાવ્યુ છે કે, સુરત, નવસારી, ડાગ, દમણ, દાદરા નગરી હવેલીમાં ભારે વરસાદ થવાની શક્યતા છે. આ સાથે આખા રાજ્યમાં ગાજવીજની ચેતવણી અપાઈ છે.
30 તારીખે ક્યાં કયા આગાહી?
30મી તારીખના રોજ પણ આખા રાજ્યમાં ગાજવીજ સાથે વરસાદની શક્યતા છે.
heavy rain : હવામાન વિભાગે વધુમાં કહ્યું છે કે, બે દિવસ માટે દક્ષિણ ગુજરાતનો દરિયો ન ખેડવા માટે માછીમારોને સૂચના છે. દરિયાકાંઠાના વિસ્તારોમાં 35થી 45 કિમી ઝડપે પવન ફુંકાવાની શક્યતા છે. આ સાથે પવનની મહત્તમ 55 કિમી પ્રતિકલાકની ઝડપે ફૂકાવા ની આગાહી કરવામાં આવી છે.
અગત્યની લિંક
હવામાનની સત્તાવાર આગાહી માટે વેબસાઇટ | અહિં કલીક કરો |
હોમ પેજ | અહિં કલીક કરો |
વઘુ અપડે માટે Whatsapp Group માં જોડાઓ | અહિં કલીક કરો |
દરરોજ અપડે માટે Telegram Group માં જોડાઓ | અહિં કલીક કરો |
Google News પર ફોલો કરો | અહિં કલીક કરો |
હવામાન વિભાગે આજે ગુજરાતના હવમાન અંગે સાત દિવસની આગાહી કરાઈ છે. જેમાં આજે પંચમહાલ અને વડોદરામાં ઓરેન્જ એલર્ટ આપવામાં જાહેર કરવામાં આવ્યું છે.