અંબાલાલ પટેલ : આતો હજી ટ્રેલર છે તોફાની મેઘ તાંડવ હજી જુલાઈમાં આવશે!

હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ ની આગાહી

અંબાલાલ પટેલ : આગામી જુલાઇ મહિનામાં ગુજરાતમાં સાર્વત્રિક સારો વરસાદ થવાની આગાહી અંબાલાલ પટેલે વ્યકત કરી છે. દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે. જ્યારે દક્ષિણ સૌરાષ્ટ્ર ભાગોમાં ભારે વરસાદની શક્યતા તેમણે વ્યકત કરી છે.

અંબાલાલ પટેલે વરસાદ ના પગલે સૌરાષ્ટ્રનો ભાદર ડેમ ઓવરફ્લો થવાની શક્યતા વ્યકત કરી છે સાથે જ મચ્છુ ડેમ, આજી ડેમ, સાબરમતી, નર્મદા, તાપી, મહી, વાત્રક સહિતની નદીનાઓમાં પાણીના સ્તરમાં ઘણો વધારો થવાની વાત કરી છે. 30 જૂન થી 5 જુલાઈ વચ્ચે પશ્ચિમ સૌરાષ્ટ્ર અને કચ્છ, દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાતના વડોદરા, આણંદના ભાગોમાં ભારે વરસાદ થવાની આગાહી કરી છે.

આ પણ વાંચો : આજે 10 જિલ્લામાં એલર્ટ, ભારેથી અતિભારે વરસાદની હવામાન વિભાગની આગાહી

5 થી 12 જુલાઈમાં વરસાદનો નવો રાઉન્ડ

અંબાલાલ પટેલ ની આગાહી અનુસાર, અમરેલી અને ભાવનગરના વિસ્તારોમાં સારો વરસાદ થવાની શક્યતા છે. જ્યારે સાબરકાંઠા અને પંચમહાલના વિસ્તારોમાં વરસાદ થઈ શકે છે. અમદાવાદ અને ગાંધીનગરમાં પણ ભારે વરસાદી ઝાપટા પડવાની આગાહી અંબાલાલ પટેલે વ્યક્ત કરી છે. 6 જુલાઈના રોજ બંગાળના ઉપસાગરમાં વરસાદી સિસ્ટમ સક્રિય થશે. જેની અસરથી 5 થી 12 જુલાઈ વચ્ચે દેશ સહિત રાજ્યમાં સારો વરસાદ થવાની શકયતા અંબાલાલે વ્યકત કરી છે.

આ પણ વાંચો : 1, 2 અને 3 જુલાઈમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી, જાણો હવામાન વિભાગની આગાહી

અષાઢી બીજે વરસાદ પડશે કે નહીં

અંબાલાલ પટેલે દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છ, મધ્ય ગુજરાત, ઉત્તર ગુજરાત, સાબરકાંઠા અને પંચમહાલના ભાગોમાં ભારે વરસાદ પડવાની આગાહી કરી છે. અષાઢી બીજે ગુજરાતના ઘણા ભાગોમાં વરસાદી છાંટા અને વરસાદ પડી પડવાની શક્યતા છે. અમદાવાદમાં વરસાદી છાંટા પડવાની આગાહી કરાઈ છે.

આ પણ વાંચો : આજે રાત્રીના 10 વાગ્યાં સુધી ભારેથી અતિભારે વરસાદની આગાહી

હવામાન વિભાગની આજની આગાહી

હવામાન વિભાગની આગાહી અનુસાર, આજે રાજ્યના નવ જિલ્લામાં ભારે વરસાદની શક્યતા છે. સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના કોસ્ટલ એરિયામાં ભારે વરસાદની શક્યતા છે. સંઘપ્રદેશ દાદરા અને નગરહવેલીમાં પણ ભારે વરસાદની શક્યતા છે. સૌરાષ્ટ્રના દરિયાકાંઠા વિસ્તારના પાંચ જિલ્લામાં છૂટ્ટાછવાયા ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગે પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી અને ભાવનગરમાં વરસાદની આગાહી કરી છે.

અંબાલાલ પટેલ
અંબાલાલ પટેલની આગાહી

આગામી જુલાઇ મહિનામાં ગુજરાતમાં સાર્વત્રિક સારો વરસાદ થવાની આગાહી અંબાલાલ પટેલે વ્યકત કરી છે. દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે.

“મારી અભિરુચિ એજ તમારો ફાયદો" - હું આકાશ, છેલ્લા 5 વર્ષથી Article Writing અને Social Media સાથે સંકળાયેલ છુ. મારી અભિરુચિ શોશિયલ મિડીયામાં ફરતા ખોટા/અફવા સ્વરુપી સમાચાર જાણવાનો અને સચોટ વાસ્તવિક સમાચાર આપવાનો છે.

Leave a Comment