rain forecast : રાજ્યમાં 5-6 દિવસથી ધોધમાર વરસાદ પડે રહ્યો છે. મોટાભાગના વિસ્તારોમાં વાવણી લાયક વરસાદ થઈ ગયો છે. ગઈકાલે પણ દક્ષિણ ગુજરાત અને ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં ભારે વરસાદ પડ્યો હતો. ત્યારે આજે પણ વરસાદની આગાહી કરવામાં આવી છે.
આજે ક્યાં ક્યાં વિસ્તારોમાં વરસાદની આગાહી – rain forecast
આજે ખાસ કરીને દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં વરસાદની અસર જોવા મળી શકે છે. દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં ત્રણ જિલ્લામાં યલો એલર્ટ આપવામાં આવ્યો છે. જેમાં સુરત, નવસારી અને વલસાડ નો સમાવેશ થાય છે. આ વિસ્તારોમાં યેલો એલર્ટ સાથે ભારે વરસાદની શક્યતા છે.
આ પણ વાચો : 5 થી 12 તારીખમાં નવો વરસાદનો રાઉન્ડ, અંબાલાલ પટેલની આગાહી
rain forecast : સૌરાષ્ટ્ર મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતના છૂટાછવાયા સ્થળો પર હળવા થી મધ્યમ વરસાદ પડી શકે છે. દક્ષિણ સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારોમાં પણ વરસાદની શક્યતા છે. ઘણા વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ જોવા મળી શકે છે.
આ પણ વાચો : આજે રાત્રે 21 જિલ્લા સાવધાન, હવામાન વિભાગે કરી ભારે વરસાદની આગાહી
અંબાલાલ પટેલ ની આગાહી – rain forecast
હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહી કરતા જણાવ્યું છે કે, 5 થી 12 જુલાઇમાં કેટલાક ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ થવાની સંભાવના છે. આ સાથે તેમણે જણાવ્યુ છે કે, કેટલાક ભાગોમાં પૂર આવી શકે છે. આહવા, ડાંગ, વલસાડમાં ભારે વરસાદ થવાની શક્યતા શક્યતા છે. દક્ષિણ ગુજરાતના અન્ય ભાગોમાં પણ ભારે વરસાદ થવાની શક્યતા અંબાલાલે વ્યકત કરી છે.
આ પણ વાચો : આજે 6 જિલ્લાઓ સાવધાન, હવામાન વિભાગની ભારેથી અતિભારે વરસાદની આગાહી
આ સાથે અંબાલાલ પટેલે કહ્યું છે કે, જુલાઇ અને ઓગસ્ટ મહિનામાં સારો વરસાદ થવાની સંભાવના છે. નર્મદા નદી બે કાંઠે થવાની શક્યતા છે. સાબરમતી નદીમાં પણ પાણીનો આવરો આવવાની સંભાવના છે. તાપી નદીનું જળસ્તર પણ વધી શકે છે. કેટલીક નદીઓમાં પૂર આવવાની સંભાવના પણ રહેશે.
અગત્યની લિંક
હવામાનની સત્તાવાર આગાહી માટે વેબસાઇટ | અહિં કલીક કરો |
હોમ પેજ | અહિં કલીક કરો |
વઘુ અપડે માટે Whatsapp Group માં જોડાઓ | અહિં કલીક કરો |
દરરોજ અપડે માટે Telegram Group માં જોડાઓ | અહિં કલીક કરો |
Google News પર ફોલો કરો | અહિં કલીક કરો |
આજે ખાસ કરીને દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં વરસાદની અસર જોવા મળી શકે છે. દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં ત્રણ જિલ્લામાં યલો એલર્ટ આપવામાં આવ્યો છે. જેમાં સુરત, નવસારી અને વલસાડ નો સમાવેશ થાય છે. આ વિસ્તારોમાં યેલો એલર્ટ સાથે ભારે વરસાદની શક્યતા છે.