Paresh Goswami forecast : રાજ્યમાં ખેડૂતો સાર્વત્રિક અને સારા વરસાદની રાહ જોઈ રહ્યા છે. ગુજરાતમાં અનેક વિસ્તારોમાં છુટા છવાયા ઝાપટા વરસી રહ્યા છે. જેથી ગણા વિસ્તારોમાં વાવણી લાયક વરસાદ પણ પડ્યો છે. તેમાં સૌરાષ્ટ્ર તેમજ દક્ષિણ ગુજરાતના ભાગોમાં વરસાદ સારો જોવા મળી રહી છે. જો કે, ઘણા વિસ્તારોમાં પર હજી પણ વિધિવત વરસાદ ન થતા ખેડૂતો વાવણી માટે સારા વરસાદની રાહ જોઈ રહ્યા છે. ત્યારે આગાહીકાર પરેશ ગોસ્વામી એ વાવણી લાયક વરસાદને લઈ મહત્વની આગાહી કરી છે.
હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીની આગાહી
તેઓએ જણાવ્યું છે કે, વરસાદની તીવ્રતામાં 20 તારીખથી વધારો જોવા મળી શકે છે. હવામાન વિભાગ મુજબ, આવનારા સમયમાં વાવણીલાયક વરસાદની શક્યતા છે. 14 થી 20 જૂનમાં છુટો છવાયો વરસાદ પડ્યો છે અને હજુ પણ પડી શકે છે. આ વરસાદની તીવ્રતા સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં વધારે જોવા મળી શકે છે. વરસાદની તીવ્રતામાં 20 તારીખથી વધારે નોંધાશે. હાલ નૈઋત્યનું ચોમાસુ વલસાડથી વાપી સુધી આવી ફરી નિષ્ક્રિય થયું છે. 20 તારીખ પછી સક્રિય થાય તેવી શક્યતા છે. જેમાં 21 થી 25 તારીખ દરમિયાન સાર્વત્રિક અને સારા વરસાદની આગાહી કરવામાં આવી રહી છે.
આ પણ વાચો : વાવણી માટે થઈ જાવ તૈયાર, 17 થી 22 તારીખમાં અંબાલાલ પટેલે કરી ભારે વરસાદની આગાહી
ગુજરાતના 50% થી વધુ વિસ્તારોમાં વાવણી થશે!
Paresh Goswami forecast : મહત્વની વાત છે કે, જૂન મહિનો પૂરો થાય તે પહેલા સમગ્ર ગુજરાતમાં સારો એવો વરસાદ થઈ શકે અને વાવણીલાયક વરસાદ થવાથી ખેડૂતો પણ ખુશ ખુશાલ જોવા મળશે. 25 જૂન સુધીમાં 50%થી વધુ વિસ્તારોમાં વરસાદ થવાની શક્યતા છે. જૂન મહિના સુધીમાં દરેક જગ્યાએ જો વાવણી થઈ જશે તો તે વાવણી મોડી નથી સમયે જ છે તેવું પરેશ ગોસ્વામી એ જણાવ્યું છે.
આ પણ વાચો : 18, 19 અને 20 તારીખમાં ભારે વરસાદની શક્યતા, હવામાન વિભાગની આગાહી
જુલાઈ મહિનાના પહેલા પખવાડિયામાં ભારે વરસાદ
પરેશ ગોસ્વામીના જણાવ્યા મુજબ, જૂન મહિનાના પહેલા પખવાડિયામાં પણ સારો વરસાદ પડી શકે છે. 21 થી 25 જૂન દરમિયાન ગુજરાતમાં સારા વરસાદની શક્યતા રહેલી છે. આ દરમિયાન ગુજરાતના 50% થી વધુ વિસ્તારોમાં વરસાદ પડી શકે અને ખેડૂતો સારી રીતે વાવણી પણ કરી શકશે.
અગત્યની લિંક
લેટેસ્ટ સોનાના ભાવ જાણવા માટે વેબસાઇટ | અહિં કલીક કરો |
હોમ પેજ | અહિં કલીક કરો |
વઘુ અપડે માટે Whatsapp Group માં જોડાઓ | અહિં કલીક કરો |
દરરોજ અપડે માટે Telegram Group માં જોડાઓ | અહિં કલીક કરો |
Google News પર ફોલો કરો | અહિં કલીક કરો |
25 જૂન સુધીમાં 50%થી વધુ વિસ્તારોમાં વરસાદ થવાની શક્યતા છે.