25, 26 અને 27 તારીખમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી

very heavy rain forecast : ગુજરાતના ઘણા ભાગોમાં રાજવીજ સાથે ભારે વરસાદ પડી રહ્યો છે. ઘણા ભાગોમાં વાવણી લાયક વરસાદ પણ પડી ચૂક્યો છે અને હજી ઘણા વિસ્તારોમાં વરસાદ પડી રહ્યો છે. ત્યારે આગામી 3 દિવસ માટે ભારે વરસાદની આગાહી કરવામાં આવી રહી છે.

Paresh Goswami

25 તારીખે ક્યાં કયાં વિસ્તારોમાં વરસાદની શક્યતા?

25 તારીખના રોજ ગુજરાતના ગણા વિસ્તારોમાં વરસાદની શક્યતા છે. ખાસ કરીને ઉત્તર ગુજરાતના બનાસકાંઠા માં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. બનાસકાંઠા માં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. સાબરકાંઠા, જુનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, છોટા ઉદેપુર, નર્મદા, તાપી, ડાંગ અને વલસાડમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગે જણાવેલ આગાહી મુજબ, સૌરાષ્ટ્ર, મધ્ય ગુજરાત, દક્ષિણ ગુજરાત અને ઉત્તર ગુજરાતના અમુક વિસ્તારોમાં ગાજવીજ સાથે હળવા વરસાદની શક્યતા છે. અમુક ભાગોમાં કડાકા ભડાકા સાથે ભારે વરસાદ પણ પડી શકે છે.

આ પણ વાચો : આવતીકાલે 6 જિલ્લામાં ભારેથી અતિ ભારે વરસાદની શક્યતા, જાણો હવામાન વિભાગની આગાહી

26 તારીખે ક્યાં કયાં વિસ્તારોમાં વરસાદની શક્યતા?

very heavy rain forecast : 26 તારીખના રોજ ગુજરાતના 6 જિલ્લામાં ભારે વરસાદની શક્યતા છે. ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, વડોદરા, છોટા ઉદયપુર અને પંચમહાલમાં ભારે વરસાદની શક્યતા છે. સૌરાષ્ટ્ર, મધ્ય ગુજરાત, ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લામાં ઘણા સ્થળો પર હળવાથી માધ્યમ વરસાદની શક્યતા છે. કચ્છમાં પણ અમુક સ્થળો પર હળવાથી માધ્યમ વરસાદની શક્યતા છે.

આ પણ વાચો : રેડ એલર્ટ : આજે 3 જીલ્લમાં મેઘ તાંડવ, ભારેથી અતિભારે વરસાદની આગાહી

27 તારીખે ક્યાં કયાં વિસ્તારોમાં વરસાદની શક્યતા?

27 તારીખના રોજ રાજ્યના 2 જિલ્લામાં ભારે વરસાદની શક્યતા છે. જેમાં નવસારી અને વલસાડ સમાવેશ થય છે. બાકીના દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લામાં ઘણા સ્થળો પર હળવાથી માધ્યમ વરસાદની શક્યતા છે. સૌરાષ્ટ, મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં ગાજવીજ સાથે અમુક સ્થળો પર હળવાથી માધ્યમ વરસાદની શક્યતા છે.

very heavy rain forecast

અગત્યની લિંક

હવામાનની સત્તાવાર આગાહી માટે વેબસાઇટઅહિં કલીક કરો
હોમ પેજઅહિં કલીક કરો
વઘુ અપડે માટે Whatsapp Group માં જોડાઓઅહિં કલીક કરો
દરરોજ અપડે માટે Telegram Group માં જોડાઓઅહિં કલીક કરો
Google News પર ફોલો કરોઅહિં કલીક કરો
25 તારીખે ક્યાં કયાં વિસ્તારોમાં વરસાદની શક્યતા?

25 તારીખના રોજ ગુજરાતના ગણા વિસ્તારોમાં વરસાદની શક્યતા છે. ખાસ કરીને ઉત્તર ગુજરાતના બનાસકાંઠા માં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.

“મારી અભિરુચિ એજ તમારો ફાયદો" - હું આકાશ, છેલ્લા 5 વર્ષથી Article Writing અને Social Media સાથે સંકળાયેલ છુ. મારી અભિરુચિ શોશિયલ મિડીયામાં ફરતા ખોટા/અફવા સ્વરુપી સમાચાર જાણવાનો અને સચોટ વાસ્તવિક સમાચાર આપવાનો છે.

Leave a Comment