Paresh Goswami new forecast : ગુજરાતમાં હાલ ચોમાસું સંપૂર્ણ પણે બેસી ગયું છે પરંતુ હજુ પણ જોઇએ તેવો વરસાદ પડી રહ્યો નથી. ગુજરાતનાં દક્ષિણ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં અત્યાર સુધી સારો વરસાદ નોંધાયો છે. ત્યારે ગુજરાતમાં આગામી 7 દિવસ ભારેથી હળવા વરસાદની શક્યતા છે. આ સાથે હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ 28 તારીખથી વરસાદનો નવો રાઉન્ડ શરૂ થવાની આગાહી કરી છે.
હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામી ની આગાહી
ગુજરાતના જાણીતા હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ જણાવ્યુ છે કે, 28 તારીખથી વરસાદનો સાર્વત્રિક રાઉન્ડ આવી શકે છે.
આ સાથે તેમણે જણાવ્યું છે કે, 28 તારીખે જે વરસાદનો નવો રાઉન્ડ શરૂ થશે તે ચાર કે પાંચ જુલાઇ સુધી ચાલે તેવી શક્યતા રહેલી છે.
આ પણ વાચો : 27 થી 30 તારીખમાં અંબાલાલ પટેલની ભારેથી અતિભારે વરસાદની આગાહી
આ સાથે પરેશ ગોસ્વામીએ ડુંગળીના ખેડૂતો માટે સલાહ આપતા જણાવ્યુ છે કે, ડુંગળીનું વાવેતર જુલાઇમાં વાવેતર ન કરવું ઓગસ્ટમાં કરવું જોઈએ. જુલાઇ મહિનામાં વધારે વરસાદ પડવાની શક્યતા રહેલી છે. વધારે વરસાદથી ડુંગળીનું વાવેતરને નુકસાની થય શકે છે. જેથી તેનું વાવેતર ઓગસ્ટ મહિનામાં કરવું જોઇએ તેમ પરેશ ગોસ્વામી એ જણાવ્યું છે.
આ પણ વાચો : આવતીકાલે 10 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
હવામાન વિભાગની આગાહી
Paresh Goswami new forecast : તો બીજી બાજુ હવામાન વિભાગે ગુજરાતનું હવામાન કેવું રહેશે તે અંગેની આગાહી આપી છે. જેમા હવામાન વિભાગે બે દિવસ માટે દક્ષિણ ગુજરાતનો દરિયો ન ખેડવા માટે માછીમારોને સૂચના અપાઇ છે. દરિયાકાંઠાના વિસ્તારોમાં 35થી 45 કિમીની ઝડપે પવન ફુંકાઈ શકે આ સાથે પવનની મહત્તમ 55 કિમીની ઝડપે ફૂકાવાની શક્યતા વ્યકત કરાઈ છે.
આ પણ વાચો : આગામી 24 કલાકમાં 10 જિલ્લામાં અતિભારે વરસાદની આગાહી
હવામાન વિભાગની આગાહી પ્રમાણે આજે પંચમહાલ, છોટાઉદેપુર, દાહોદ, વડોદરામાં ભારે વરસાદની આગાહી છે. આ સાથે ભાવનગર, બોટાદ, અમરેલી, ગીર સોમનાથમાં પણ ભારે વરસાદની શક્યતા રહેલી છે. ગુરૂવારે આખા રાજ્યમાં ગાજવીજની ચેતવણી જાહેર કરવામાં આવી છે.
અગત્યની લિંક
હવામાનની સત્તાવાર આગાહી માટે વેબસાઇટ | અહિં કલીક કરો |
હોમ પેજ | અહિં કલીક કરો |
વઘુ અપડે માટે Whatsapp Group માં જોડાઓ | અહિં કલીક કરો |
દરરોજ અપડે માટે Telegram Group માં જોડાઓ | અહિં કલીક કરો |
Google News પર ફોલો કરો | અહિં કલીક કરો |
ગુજરાતના જાણીતા હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ જણાવ્યુ છે કે, 28 તારીખથી વરસાદનો સાર્વત્રિક રાઉન્ડ આવી શકે છે.