Paresh Goswami Prediction : હાલ ગુજરાતના ઘણા વિસ્તારોને વરસાદ પડી રહ્યો છે. આજે દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં પણ મેઘમહેર જોવા મળી રહી છે. છેલ્લા 24 કલાકમાં ગુજરાતના 130 તાલુકામાં વરસાદ ખાબક્યો છે. આવામાં હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ નવી આગાહી કરી છે. તેમણે બે દિવસ વરસાદની તીવ્રતા વધુ રહેવાની સંભાવના વ્યક્ત કરી છે. જ્યારે 28 જૂનથી 3 જુલાઇ સુધીની આગાહી કરી છે.
હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીની આગાહી
હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ તેમના યુ-ટ્યુબ વીડિયોમાં કહ્યું છે કે, ગુજરાતમાં ચોમાસુ આગળ વધ્યું છે. જે ચોમાસું વલસાડ પર સ્થિત હતું તે આગળ વધીને સુરતથી પણ આગળ પહોંચી ચૂક્યું છે. સૈરાષ્ટ્રના દરિયાકાંઠાના અમુક ભાગોને પણ કવર કરી લીધા છે.
આ પણ વાચો : રેડ એલર્ટ : આજે 3 જીલ્લમાં મેઘ તાંડવ, ભારેથી અતિભારે વરસાદની આગાહી
આજે ક્યાં કયાં વરસાદની શક્યતા?
Paresh Goswami Prediction : આજથી વરસાદની તીવ્રતામાં વધારો જોવા મળશે. 25 તારીખે દક્ષિણ ગુજરાતના તમામ વિસ્તાર અને મધ્ય ગુજરાતના અમુક વિસ્તારો એટલે દાહોદ, છોટાઉદેપુર, રાજપીપળા, ગોધરા, વાપી, નવસારી, ભરૂચ, વડોદરા, અંકલેશ્વર, સુરત, વલસાડ, બારડોલી, બિલીમોરા, ડાંગ, આહવા, આ તમામ વિસ્તારમાં બે દિવસ માટે વરસાદની શક્યતા છે.
સાથે જ મધ્ય ગુજરાતના ભાગોમાં અમદાવાદ, આણંદ, નડિયાદ, ગાંધીનગર, કપડવંજ, ખેડામાં હળવાથી સામાન્ય અને અમુક જગ્યાએ મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે.
આ પણ વાચો : 25, 26 અને 27 તારીખમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી
સાથે જ અરવલ્લી, સાબરકાંઠા, પાટણ, બનાસકાંઠા, મહેસાણામાં હળવાથી સામાન્ય અને છૂટાછવાયા વરસાદો પડી શકે છે. હાલ બે દિવસ ઉત્તર ગુજરાતમાં અતિભારે વરસાદની શક્યતાઓ નથી. સાથે જ કચ્છના દરિયાકાંઠાના વિસ્તારોમાં મધ્યમથી સામાન્ય વરસાદ પડવાની શક્યતા છે.
સૌરાષ્ટ્રમાં સાર્વત્રિક વાવણીલાયક વરસાદ થાય તેવી આગાહી કરવામાં આવી છે. સાર્વત્રિક એટલે 60થી 65% વિસ્તારને નૈઋત્યનું ચોમાસું આવરી લેશે.
આ પણ વાચો : આજે આ 10 જિલ્લામાં અતિભારે વરસાદની આગાહી, જાણો હવામાન વિભાગની આગાહી
28થી 3 જુલાઇ સુધીની આગાહી
અત્યારે સૌરાષ્ટ્રના કાંઠે એક સાયક્લોનિક સર્ક્યુલેશ સક્રિય છે. જેના લીધે પણ આપણે ત્યાં સારા વરસાદ પડશે. ચોમાસું આગળ ચાલી રહ્યું છે અને એક્સોટ્રોપ મજબૂત છે. આ તમામ પરિબળો સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં વાવણીલાયક વરસાદ વરસવશે. તે પછી 26 અને 27 જૂને વરસાદની તીવ્રતામાં ધટાડો થવાની શક્યતા છે. વરસાદ સાવ બંધ નહીં થાય, પણ વરસાદની તીવ્રતામાં થોડો ઘટાડો આવી શકે છે. તે પછી 28 થી 3 જુલાઇ સુધીનું સેશન લાંબુ ચાલશે. તેમાં સાર્વત્રિક એટલે આખા ગુજરાતમાં વરસાદ પડવાની શક્યતા છે. જૂન મહિનામાં વરસાદ ગુજરાતના તમામ ભાગોમાં નોંધાશે.
અગત્યની લિંક
હવામાનની સત્તાવાર આગાહી માટે વેબસાઇટ | અહિં કલીક કરો |
હોમ પેજ | અહિં કલીક કરો |
વઘુ અપડે માટે Whatsapp Group માં જોડાઓ | અહિં કલીક કરો |
દરરોજ અપડે માટે Telegram Group માં જોડાઓ | અહિં કલીક કરો |
Google News પર ફોલો કરો | અહિં કલીક કરો |
હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ તેમના યુ-ટ્યુબ વીડિયોમાં કહ્યું છે કે, ગુજરાતમાં ચોમાસુ આગળ વધ્યું છે. જે ચોમાસું વલસાડ પર સ્થિત હતું તે આગળ વધીને સુરતથી પણ આગળ પહોંચી ચૂક્યું છે. સૈરાષ્ટ્રના દરિયાકાંઠાના અમુક ભાગોને પણ કવર કરી લીધા છે.