rain fall : ગુજરાતમાં સાર્વત્રિક વરસાદનો રાઉન્ડ મળી રહ્યો છે. અમદાવાદમાં છેલ્લા ઘણા સમયથી વરસાદની રાહ જોવાઇ રહી હતી, ત્યારે ગઇકાલે કાલે અમદાવાદમાં ધોધમાર વરસાદ પડ્યો હતો. આવામાં ગુજરાતમાં મેઘમહેર જોવા મળી રહી છે. ત્યારે રાજ્યમાં 24 કલાકમાં 159 તાલુકામાં વરસાદ પડ્યો છે.
ક્યાં વિસ્તારોમાં કેટલો વરસાદ નોંધાયો?
રાજ્યમાં સૌથી વધારે નવસારી તાલુકામાં વરસાદ પડ્યો હતો. નવસારીમાં 4.2 ઈંચ વરસાદ, પલસાણામાં 4.1 ઈંચ વરસાદ નોંધાયો હતો. જ્યારે જલાલપોરમાં 3.5 ઈંચ અને ઉમરગામમાં 3.4 ઈંચ વરસાદ પડયો હતો.
આ પણ વાચો : આજે આ 3 જિલ્લામાં ભુક્કા બોલાવશે વરસાદ, જાણો હવામાન વિભાગની નવી આગાહી
rain fall : નોંધનીય છે કે, સાબરકાંઠાની હરણાવ નદીમાં બીજી વાર પૂર આવ્યું હતું. ઉપરવાસમાં ભારે વરસાદથી નદીમાં પૂર આવ્યું હતું. વિજયનગરની હરણાવ નદીમાં પૂર આવ્યું હતું. વિજયનગરનાં કેલાવા, ખોખરા, સહિત ઉપરવાસમાં ભારે વરસાદ પડ્યો છે, ત્યારે ભારે વરસાદના પગલે હરણાવ નદી બે કાંઠે જોવા મળી હતી છે. બીજી વાર નદીમાં પાણીની આવક થતાં સ્થાનિક ખેડૂતોમાં ખુશી જોવા મળી છે.
આ પણ વાચો : આજે રાત્રે 27 જિલ્લામાં ભારેથી અતિભારે ભારે વરસાદની આગાહી
ત્રણ દિવસ ભારે વરસાદની આગાહી
ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં હજુ 3 દિવસ ભારે વરસાદની આગાહી કરવામાં આવી રહી છે. આજે ભારેથી અતિભારે વરસાદ પડવાની શક્યતા છે. પોરબંદર, જૂનાગઢ, દ્વારકા, ગીર-સોમનાથમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા છે. આણંદ, સુરત, ડાંગ, નવસારીમાં રાજકોટ, જામનગર, અમરેલી, ભાવનગર, મોરબી, કચ્છમાં ભારે વરસાદની આગાહી છે.
આ પણ વાચો : આગામી 5 દિવસ ગુજરાતના આ જિલ્લાઓમાં ભારે વરસાદ! જાણો હવામાન વિભાગની નવી આગાહી
આવતીકાલે ગાંધીનગર, અમદાવાદ, આણંદ, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલી માટે ભારે વરસાદની શક્યતા છે.
અગત્યની લિંક
હવામાનની સત્તાવાર આગાહી માટે વેબસાઇટ | અહિં કલીક કરો |
હોમ પેજ | અહિં કલીક કરો |
વઘુ અપડે માટે Whatsapp Group માં જોડાઓ | અહિં કલીક કરો |
દરરોજ અપડે માટે Telegram Group માં જોડાઓ | અહિં કલીક કરો |
Google News પર ફોલો કરો | અહિં કલીક કરો |
રાજ્યમાં સૌથી વધારે નવસારી તાલુકામાં વરસાદ પડ્યો હતો. નવસારીમાં 4.2 ઈંચ વરસાદ, પલસાણામાં 4.1 ઈંચ વરસાદ નોંધાયો હતો. જ્યારે જલાલપોરમાં 3.5 ઈંચ અને ઉમરગામમાં 3.4 ઈંચ વરસાદ પડયો હતો.